પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત ઘર બાંધકામ માટે સબસીડી અંગેનું ફોર્મ
સૂચનાઓ:-
(૧) પોતાની માલિકીની જમીન ધરાવતા આર્થિક પછાતવર્ગનાં લોકો કે જેની વાર્ષિક આવક વધુમાં વધુ રૂ ૩.૦૦ લાખ સુધીની હોય તેવા લોકો આ ઘટક યોજના નો લાભ લઇ શકે છે.
(૨) આવા લોકો પોતાની માલિકીનાં ખુલ્લી જમીન ઉપર અથવા હયાત કાચા કે અર્ધપાકા મકાનને તોડીને ટાઉનપ્લાનીગ શાખાની જરૂરી મંજુરી મેળવી વધુમાં વધુ ૩૦.૦૦ ચોરસ મીટર કાર્પેટ એરીયાનું મકાન બાંધી શકે છે.
(૩) લોકો હયાત બાંધકામમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અથવા પ્રથમ માળ ઉપર બાંધકામ કરી વધુમાં વધુ ૩૦ ચો.મી.નો કાર્પેટ એરીયાની મર્યાદામાં જ આ ઘટકનો લાભ લઇ શકાય છે.
(૪) જે લોકો વધુમાં વધુ ૩૦ ચોરસ મીટરના કાર્પેટ એરિયા વાળા હયાત મકાનમાં એડીશન/અલ્ટ્રેશન કરશે કે ખુલ્લી જમીનમાં નવું બાંધકામ કરશે તેવા લોકો ને એડીશન/અલ્ટ્રેશન અથવા નવા બાંધકામનો જે ખર્ચ થયો હશે તેના એસ્ટીમેટ સાથે જામનગર મહાનગરપાલિકાનાં રજી.ઇજનેર/આર્કિટેક્ટ પાસે પ્રમાણીત કરીને મંજુર પ્લાન સાથે મહાનગરપાલિકાની સ્લમશાખામાં રજુ કરવાના રહશે.
(૫) જામનગર મહાનગરપાલિકાનાં રજી.ઇજનેર/ આર્કિટેક્ટ દ્રારા દરેક લાભાર્થીઓના બાંધકામની સ્થળતપાસ કરી ફોટોગ્રાફ્સ એકત્રીત કરીને રજુ કરવાના રહશે તેની ચકાસણી કરી જો લાભાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવવાને પ્રાત્ર જણાશે તો જામનગર મહાનગરપાલિકાનાં નિયુક્ત નોડલ ઓફીસર સમક્ષ મંજુરી માટે મુકાશે.
(૬) લાભાર્થી દ્રારા કરવામાં આવેલ એડીશન/અલ્ટ્રેશન બાંધકામની કામગીરી અને કરવામાં આવેલ ખર્ચ રજી.ઇજનેર/ આર્કિટેક્ટ દ્રારા તેની ચકાસણી કરી લાભાર્થીઓએ વિગત (ક્લેમ્સ) રજુ કરવાનો રહેશે.
(૭) સદરહુ ક્લેમ્સનાં આધારે સહાય સીધી જ લાભાર્થી દ્રારા આપવામાં આવેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
(૮) જમીનની માલીકીનાં આધારો તેમજ હયાતબાંધકામ માટે બિડાણ દર્શાવેલ તમામ આધારોની નકલ ફોર્મ સાથે જોડવાની રહશે.
(૯) આવાસનાં નવા બાંધકામનાં તથા હયાત બાંધકામના સુધારા વધારાના કિસ્સામાં લાભાર્થીને કેન્દ્રસરકારશ્રી દ્રારા રૂ. ૧.૫ લાખ અને રાજ્યસરકારશ્રી દ્રારા રૂ.૨.૦૦ લાખ મળી વધુમાં વધુ ૩.૫૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
(૧૦) આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજીયાત છે.
બિડાણ :-
૧.) જામનગર મહાનગર પાલિકાનાં રજીસ્ટર્ડ ઇજનેર/આર્કિટેક્ટ દ્રારા પ્રમાણિત અને ટાઊન પ્લાનીંગ શાખામાં દાખલ થયેલ પ્લાન ની નકલ.
૨.) હાઉસટેક્ષ ની નકલ.
૩.) મકાનની હયાત સ્થળસ્થિતિનાં ત્રણ અલગ અલગ એંગલનાં પોસ્ટકાર્ડ સાઈઝનાં ફોટોગ્રાફસ.
૪.) કરવાનાં થતાં સૂચિત બાંધકામ/એડીશન નો રજીસ્ટર્ડ ઇજનેર/આર્કિટેક દ્રારા પ્રમાણિત એસ્ટીમેટ
૫.) સરકારશ્રી દ્વારા નક્કી થાય તે અનુસાર તબક્કાવાર સહાય આપવામાં આવશે તે માટે રજી. ઇજનેર/આર્કિટેક્ટ નું પ્રમાણપત્ર તથા ફોટોગ્રાફ્સ રજુ કરવાના રહશે.
૬.) અરજદારનો આવક નો દાખલો (મહતમ ૩.૦૦ લાખ સુધીનો) રજુ કરવાનો રહશે.
૭.) અરજદારની બેંકની પાસબુકની નકલ IFSC,MICR કોડની વિગતો સાથે અને પાન કાર્ડ હોય તો તેની નકલ
૮.) અરજદારનાં આધાર કાર્ડ ની નકલ આપવી ફરીજીયાત છે.
૯.) અરજદારનાં રેશનકાર્ડની નકલ
૧૦.) મહાનગરપાલિકાનાં માન્ય રજી.ઇજનેર/આર્કિટેક્ટસ ની યાદી આ સાથે સામેલ છે.